/

રાજ્યમાં કોરોનાના કુલ 38 કેશ પોઝિટિવ :આરોગ્ય સચિવ

દેશ અને દુનિયાને હચમચાવી નાખનાર ચાયનાના કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે જેની અસર ગુજરાત અને દેશ પર પડી રહી છે ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 38 કેસો નોંધાઈ ચુક્યા છે સરકારે લોકડાઉન અને કલમ 144 ના પગલાં લીધા છે હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લા માં કોરોનાને અટકાવવા સેન્ટાઇઝ કરવા માં આવી  રહ્યું છે  કોરોના ચેન તોડવાની છે સરકાર ના મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ ની શરૂઆત કરી છે તેમાં લોકો સહયોગ આપે જે કોઈ નાણાં એકત્રિત થશે તે કોરોનાના દર્દીઓની સારવાર પાછળ ઉપયોગ માં લેવા માં આવશે લોક પાસે પણ અપીલ કરી છે કે શક્ય હોઈ તેટલું વધુ રાહત નિધિ ફંડ આપો જેથી કાર્યવાહી કરી શકાય આરોગ્ય  સચિવે કોરોનાના કેટલા કેસ પોઝિટિવ આવ્યા અને ક્યાં જિલ્લા માં વધુ અસર છે તેની વિગત આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં કુલ 14 સુરતમાં 7 રાજકોટમાં 3 વડોદરામાં 7 ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ નોંધાયેલ છે જેમાં અમદાવાદ નો કેશ ફોરેન હિસ્ટ્રી વાળો હતો ત્યારે અમદાવાદ અને સુરત ના કેસ લોકલ ટ્રાન્સફરને કારણે ચેપ લાગવા થી સામે આવ્યા છે આજે રાજ્ય ના આરોગ્ય સચિવ જેન્તી રવિએ પત્રકારો સાથે વાત કરતા વિગતો આપી હતી અને લોકોને સંયમ સાથે મુખ્યમંત્રી રાહત ફંડ માં રોકડ આપવા નીપણ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.