/////

કોરોનાની બીજી લહેર : સિવિલ હોસ્પિટલમાં કુલ 455 વૉરિયર્સ કોરોનાથી સંક્રમિત

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૉરિયર્સ પણ સંક્રમિત થયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 455 વૉરિયર્સ સંક્રમિત થયા છે. જેમાંથી હાલમાં 72 કોરોના વૉરિયર્સ સારવાર લઈ રહ્યાં છે.

કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે. જેના પગલે શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડના 1200 બેડમાં 700થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો જોઈને તકેદારીના ભાગરુપે સિવિલની કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સિવિલની કિડની હોસ્પિટલમાં 250 દર્દીઓ, યુએન મહેતામાં 250 દર્દીઓ અને કેન્સર વિભાગમાં 259 દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે.

કોરોનાના કેસમાં વધારો થવાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાસમાં પણ વધારો થયો છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા પણ વધારવાની ફરજ પડી છે. જ્યારે કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ પણ 60 ટકા વધ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 200 દર્દીઓની હાલત ગંભીર છે.

Leave a Reply

Your email address will not be published.