///

“આપને કોરોનાકી રસી લી હૈ તો આપ સુરક્ષીત હો : મોગેમ્બો ખુશ હુઆ” જાણો આ અનોખા અભિયાન અંગે

તાપી જિલ્લો તેના નવી નવી કામગીરી માટે પ્રખ્યાત છે, ત્યારે વેક્સિનેશન બાબતે ફરી હકારાત્મક રીતે ચર્ચાનો વિષય બન્યો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગ્રામ પંચાયાત દ્વારા લોકોને વેક્સિનેશન માટે પ્રેરીત કરવા બોલીવુડની ફિલ્મોના ડાયલોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે લોકોમાં નવિનતા અને હર્ષ-ઉત્સાહ સાથે રસીકરણ કરાવવા પ્રેરી રહ્યો છે.

મનોવિજ્ઞાન અનુસાર જ્યારે માણસ એકના એક કામ કર્યા કરે ત્યારે તે ખુબ જલ્દી કંટાળી જાય છે. કોરોના વાઈરસને આ દુનિયામાં પ્રકોપ મચાવતા લગભગ દોઢ વર્ષ થવા આવ્યું. લોકો પણ કોરોના વાઇરસ વિશે એકની એક બાબતો સાંભળી કંટાળી ગયા છે. કોઇ નવી રીતે કોરોના અંગે વાત કરવામાં આવે તો લોકોમાં નવો ઉત્સાહ આવશે.

તાપી જિલ્લો નવા-નવા કાર્યો કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે જિલ્લામાં લોકપ્રિય ફિલ્મોના ડાયલોગને કોરોના વાઇરસને લગતા સંદેશાઓ બેનર રૂપે દર્શાવવામાં આવ્યા છે. આ બેનરો જેતે ફિલ્મના અભિનેતાના ફોટા સાથે દર્શાવવામાં આવ્યા છે. જેને રિક્ષાના ઉપર લગાવી ગામે-ગામ ગલીએ-ગલીએ જઇ કોરોના પ્રતિરોધક વેક્સિન લેવા બાબતે, સામાજિક અંતર જાળવવું, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો વગેરે બાબતે લોકોને જાગૃત કરવામાં આવે છે. આ બેનરોમાં મિસ્ટર ઇંડિયા ફિલ્મનો ડાયલોગ ‌- “મોગેમ્બો ખુશ હુઆ” ને “આપને કોરોનાકી રસી લી હૈ તો આપ સુરક્ષીત હો: મોગેમ્બો ખુશ હુઆ” રૂપે લખવામાં આવ્યો છે. આ સાથે “મૈને કોરોના કી રસી લી હૈ, મે કોરોના સે સુરક્ષિત હું મામા” : બાહુબલી અને “રીશ્તેમે તો હુમ તુમ્હારે દુશ્મન લગતે હૈ નામ હૈ -કોરોના વેક્સિન” : શેહેનશાહ ફિલ્મોના ડાયલોગ મુકવામાં આવ્યા છે. જે તાપીવાસીઓમાં ખુબ પ્રચલિત થયા છે.

તારીખ 1લી મે ગુજરાત સ્થાપના દિવસે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ” મારૂ ગામ કોરોના મુક્ત ગામ” રાજ્યવ્યાપી અભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે ગામમાં ૧૫ દિવસ માટે કડક નાકાબંધી, લોકો માસ્ક, સેનેટાઇઝ અને પૂરતુ અંતર રાખે તેની ઉપર પણ ભાર મુકી ગામના દરેક યુવાનો-આગેવાનો તમામનું રસીકરણ થાય તેવી ઝુંબેશ ચલાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લામાં કલેક્ટર આર.જે.હાલાણીના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ સાથે અન્ય તમામ વિભાગ એક્જુઠ થઇ કોરોના કાળમાં યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાનને અસરકારક બનાવવા જિલ્લા વહિવટી તંત્ર સાથે જનમેદની એ પણ કમર કસી છે. આ સાથે જિલ્લો સંપુર્ણપણે વેક્સિનેશન કરવામાં ધીરે-ધીરે અગાળ વધી રહ્યો છે. ત્યારે તાપીવાસીઓ ફિલ્મીઢબે કોરોનાને જવાબ આપી રહ્યા છે‌-“અમે બધાએ કોરોના પ્રતિરોધક રસી લીધી છે, અબ તેરા ક્યા હોગા કોરોના?”:

Leave a Reply

Your email address will not be published.