/

SCOનું વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે, ભારત પ્રથમ વાર હોસ્ટિંગ કરશે

30 નવેમ્બરના રોજ શાંઘાઈ કોઓપરેશન સંગઠન (એસસીઓ)ની વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે. જેમાં આ વખતે ભારત પહેલી વખત સંમેલનમાં હોસ્ટિંગ કરશે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, પાકિસ્તાન સહિત હાલમાં 8 સભ્ય દેશને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 2017માં એસસીઓના કાયમી સભ્ય બન્યા હતાં. ભારત અને પાકિસ્તાન ઉપરાંત એસસીઓમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન પણ સામેલ છે.

આ તકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હોસ્ટ હોવાના કારણે અમે આઠેય એસસીઓ સભ્યોને નિમંત્રણ મોકલ્યું છે. આ સાથે જ ચાર સુપરવાઈઝર દેશ, એસસીઓના મહાસચિવ અને એસસીઓ આરએટીએસ નિર્દેશકને પણ નિમંત્રણ મોકલી દીધું છે.

રશિયાએ ભારતની વાતને સમર્થન કરતા કહ્યું, પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન સંગઠનમાં ચર્ચા દરમિયાન કાશ્મીર જેવા દ્વિપક્ષીય મુદ્દાઓને વચ્ચે ન લાવવા જોઈએ. આવું કરવું એ સમૂહના સિદ્ધાંત વિરુદ્ધ છે. વડાપ્રધાન મોદીએ સંગઠનના ડિજિટલ શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં મંગળવારે સમૂહના આધારભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી એસસીઓમાં દ્વિપક્ષીય મુદ્દાઓને ‘બિનજરૂરી રૂપથી’ લાવવા મામલે વારંવાર પ્રયાસ કરનારા લોકો પર પ્રહાર કર્યા હતાં. વડાપ્રધાન મોદીની આ ટિપ્પણીઓને એસસીઓમાં કાશ્મીરના મુદ્દાને ઊઠાવવાના પાકિસ્તાનના પ્રયત્નના સંદર્ભમાં જોવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.