/

કોરોના સામે લડવા સ્વૈચ્છિક સંસ્થાએ કરી પહેલ 15 લાખનું કર્યું દાન

કોવિડ-19 મહામારી સામે લડવા નિકોલ-નરોડા સમાજ દ્વારા 15 લાખનું દાન કરી સ્વૈચ્છિક સંસ્થાઓમાં પહેલ કરી છે.તો 15 લાખ જેટલી રકમનું દાન કરી સમાજ ઉપયોગી કાર્ય કરી નવો રાહ દર્શાવવામાં આવ્યો છે. નિકોલના સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સામે સરકારને મદદરૂપ બનવા 15 લાખની માતબર રકમનું દાન આપવામાં આવ્યું છે. કોરોનાના કહેર સામે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં એકત્ર થયેલી રકમનું લોકો માટે જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવશે કોરોનાને માત આપવા ગુજરાતીઓ મેદાનમાં ઉતર્યા છે જેમાં ધાર્મિક સંસ્થાઓ, ગુજરાત ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો, એટલુંજ નહીં સામાન્ય જનતા અને હવે સ્વૈચ્છિક સંસ્થાએ પણ પહેલ કરી છે.લોકો જુદી- જુદી રીતે કોરોનાનો સામનો કરી સાહસપૂર્વક લડી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.