////

કોરોનાની વેક્સીન માટે આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવુ જરૂરી રહેશે, નહીંતર…

વિશ્વ સહિત દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાયુ છે ત્યારે આ વચ્ચે ભારતમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તકે કોરોનાની વેક્સીન પણ બહુ જલદી મળશે તેવા અણસાર વર્તાઇ રહ્યાં છે. આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,382 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 99,32,548 પર પહોંચી ગયો છે. આ બાજુ ભારતમાં કોરોના વેક્સીનની ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે. જે પૂરી થતા જ લોકોને તેના ડોઝ આપવાના ચાલુ થઈ જશે. પરંતુ શરૂઆતમાં વેક્સીનનો સ્ટોક લિમિટેડ હશે. તેવામાં ભારત સરકારે રણનીતિ બનાવતા વેક્સીનેશનનો રોડમેપ તૈયાર કર્યો છે. જેના આધારે નિર્ણય લેવાશે કે પહેલા વેક્સીન કોને મળશે, કયા લોકોને મળશે અને કેટલી મળશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,382 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 99,32,548 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,32,002 એક્ટિવ કેસ છે જ્યારે 94,56,449 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 387 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 1,44,096 પર પહોચ્યો છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કોમ્યુનિટી મેડિસિન ડો. પુનીત મિશ્રાએ કોરોનાના રોડમેપ અંગે જણાવતા કહ્યું કે સૌથી પહેલા કોરોનાની રસી આપવાની પ્રાથમિકતા લગભગ એક કરોડ હેલ્થવર્કર્સ, 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ, અને 50 વર્ષથી ઉપરના લગભગ 26 કરોડ લોકો માટે હશે. જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા મહામારીની સ્થિતિના આધારે કોઈ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને પણ વેક્સીન આપવામાં આવશે. ત્યારબાદ જ વેક્સીનની ઉપલબ્ધતાના આધારે બાકીના લોકોનું વેક્સીનેશન કરાશે.

આ મામલે વિભાગના ડો. સંજય રાયે કહ્યું કે કોરોના વેક્સીન આપવાની પ્રક્રિયા કોઈ ચૂંટણી પ્રક્રિયા જેવી રહેશે. દરેક વેક્સિન સાઈટ પર 5 વેક્સીન ઓફિસર રહેશે. જેમાંથી એક સુરક્ષાકર્મી, એક અધિકારી વેઈટિંગ, એક વેક્સિનેશન અને એક નિગરાણી માટે હશે. વેક્સીનેશન દરમિયાન દર્દીની ઉંમરની પુષ્ટિ કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી નવી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ હશે, તેમને પહેલા તબક્કામાં વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશન અધિકારીની સાથે બે લોકો એવા હશે જે વેક્સીન મૂકાવવા માટે આવેલા લોકોનું વેરિફિકેશન કરશે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ પોલીસકર્મી, સ્વાસ્થ્યકર્મી ઉપરાંત અત્યંત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓને સૌથી પહેલા કોરોનાના ડોઝ આપવામાં આવશે. દરેક સેશનમાં તેના માટે અલગથી વેક્સિનેશન સાઈટ ફિક્સ કરવામાં આવશે. આ ઉપરાંત હાઈ રિસ્કવાળા લોકો માટે પણ અલગથી મોબાઈલ સાઈટ અને ટીમો બનાવવામાં આવશે. રસીકરણના દરેક સત્રમાં ફક્ત 100 લોકોને જ રસી આપવામાં આવશે. આ લોકો પહેલેથી રજિસ્ટર્ડ હશે.

Leave a Reply

Your email address will not be published.