//

2.5કરોડનુ સોનુ પેહરી આહીર સમાજની રજવાડી જાનની જુઓ તસવીરો

રાજયમાં અત્યારે જુની પરંપરાગત લગ્ર કરવાની ફેશન ચાલી રહી છે. લોકો આપણા જુના વારસા અને સંસ્કૃતિની ઝાંખી કરાવીને રજવાડી લગ્ર કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે હિંન્દુ મૂર્હુત પ્રમાણે લગ્રની સિઝન ચાલી રહી છે.

જેને લઇને આજે રાજકોટમાં શનિવારનાં રોજ આહિર સમાજનાં લગ્ર યોજવામાં આવ્યા હતાં.રાજકોટનાં કોર્પોરેટર વિજય વાંકનાં સાળા અર્જુન સવાડની જાન રજવાડી સ્ટાઇલમાં નીકળી હતી. જાનમાં વરરાજા હાથી પર સવાર હતાં. જયારે ૨૦ જેટલા ઘોડાગાડી, બળદ ગાડુ, વિન્ટેજ કાર, ઉંટ તેમજ ૨૦ જેટલા ભાલા અને ઢોલ સાથે જાનૈયાઓ જોડાયા હતો.

જેમાં સૌરાષ્ટ્રનાં આહિર ભરવાડ મેર ક્ષત્રિય મહિતનાં સમાજમાં લગ્ર પ્રસંગો દરમિયાન વધુમાં વધુ સોનું પહેરવાની પરંપરા છે. જેથી મહિલાઓએ મહિલાઓએ ટ્રેડિશનલ કપડા પહેલી ૫૦૦ તોલાથી વધુ સોનુ પહેર્યુ હતું. આ રજવાડી જાન લોકોમાં અનેરુ આર્કષણનું કેન્દ્વ બની હતી. જેને જોવા આસપાસનાં લોકોના ટોળા એકઠા થયાં હતાં. જાનમાં જતી મહિલાઓએ અંદાજે ૨.૨૫ કરોડની કિંમતનું સોનુ પહેરયુ હતું.

Leave a Reply

Your email address will not be published.