/

મચ્છરોને ભગાડવા થઇ રહેલ આંદોલનને પગલે રાજકોટમાં પોલીસે લાઠી ચાર્જ કર્યો : જાણો

રાજકોટનાં બેડિયાળ વિસ્તારમાં મચ્છરોનાં ભયંકર ત્રાસથી વેપારીઓ અને મજુરો કંટાળી ગયા હતાં. જેથી કંટાળીને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. દરમિયાનમાં પોલીસે લાઠી ચાર્જ કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. રાજકોટના બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓ, ખેડુતો, મજુરો અને સ્થાનિકોએ મોરબી હાઇવે પાસે બેસીને આંદોલન કરી રહ્યા હતાં. આંદોલનને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.  રોષે ભરાઇ આંદોલન કરી રહેલા આંદોલનકારીઓએ રોડ પર ટાયર સળગાવ્યા હતાં.

જેથી તેમણે જોવા માટે રાહદારીઓનું પણ ટોળુ એકઠુ થયું હતું. જેથી આ મુદ્દે પોલીસને માહિતી મળતા તે આંદોલન કરી રહેલા આંદોલનકારીઓની અટકાયત કરી હતી. જેથી આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો બિચકાયો હતો. જેથી પોલીસે ૨૫થી વધુ વેપારીઓ, ખેડુતોની અટકાયત શરૃ કરી હતી. જેમાં કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ  કમાણીની અટકાયત કરતા આંદોલનકારીઓ વિફર્યા હતાં. જેમાં ૫-૬ લોકોને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published.