//

આમ આદમી પાર્ટીની રણનીતી શું? હવે કયાં રાજયમાં પગપેસારો કરશે : જુઓ સંપુર્ણ વિગત

દિલ્લી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની સરકારનો વિજય થયો છે. જેમાં કેજરીવાલાની સરકારને ૭૦ માંથી ૬૨ સીટો પર પ્રજાએ વોટ આપીને મુખ્યમંત્રી બનાવ્યા હતાં. જેમાંથી કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ નિવડી હતી. જયારે ભાજપે ૭૦માંથી ફકત ૮ સીટો પર વિજળ મેળવ્યો હતોં. રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ અને પંજાબમાં નાગરિકોએ સાબિત કર્યુ છે કે જનતા સ્થાનિક મુદ્દાઓ પર વધુ મહત્વ આપે છે. જેથી કેજરીવાલાએ ચાલાકીથી દિલ્હીના સ્થાનિક મુદ્દાઓ પર વધુ મહત્વ આપ્યું હતું જેના પરિણામે પણ દિલ્લીમાં પોતે ચુંટણી જીતયા તેથી જ આમ આદમી પાર્ટીનો આત્મ વિશ્વાસ વધી રહ્યો છે. જેથી હવે કેજરીવાલા સરકાર બિહારમાં રાજકારણમાં પગ પેસાડો કરીને ચુંટણી જીતવાની વ્યુહરચના ધડી રહી છે.

આપણે રાજકારણના ભૂતકાળમાં જોઇએ તો ૨૦૧૪માં જ આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાન જમાવવા રાજનીતીમાં  જંપલાવ્યુ હતું. ગુજરાતમાં રાજકારણમાં જોડાવા માટે તેમજ કાર્યકતાઓ બનાવવા માટે તેમણે લોકોને આંમત્રિત કર્યા હતાં. વિવિધ પત્રિકાઓ લોકો સુધી પહોંચાડી હતી. તેમજ નાગરિકોની નજીક પહોંચવા મિસ્કોલ અભિયાન પણ શરૂ કર્યુ હતું. પરંતુ તે સમયગાળામાં ભાજપ પાર્ટીનો વધુ ગુજરાતમાં દબદબો હતો. જેથી કેજરીવાલા પાર્ટીનું ગુજરાતની રાજનીતીમાં જંપલાવવું અશકય નીવડે તેવું હતું. તેથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધુ મહત્વ આપ્યુ નહતું.  પરંતુ હવે પરિસ્થિતિ બદવાઇ ગઇ છે લોકો આમ આદમી પાર્ટીને વધુ મત આપી પસંદ કરી રહ્યા છે. દિલ્હીમાં જીત પછી આમ આદમી પાર્ટીના કાર્યકતાઓનો જુસ્સો અને ઉત્સાહ વધી રહ્યો છે.

બીજી મહત્વની વાત એ છે કે ભાજપને ૨૦૧૪માં ભારતદેશ અને ગુજરાતની ચુંટણી પોતાની રણનીતીથી જીતાડનારા પ્રશાંત કિશોર આપમાં જોડાયા છે. પ્રશાંત કિશોરનો દિલ્હીમાં કેજરીવાલની સરકારને જીતાડવામાં મહત્વનો ફાળો છે. તેમની જ વ્યુહરચનાથી કેજરીવાલા દિલ્હીમાં ચુંટણી જીતયા હતા. પ્રશાંત કિશોર બીજેપી પાર્ટીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પાર્ટીમાં જોડાયેલા હતાં. જેથી પ્રશાંત કિશોર બિહારની રાજનીતીથી પરિચિત થઇ ગયા છે. હવે કેજરીવાલાની આમઆદમી પાર્ટી બિહાર ચુંટણી લડવાની તૈયારી કરી રહી છે તેના પડધમ વાગી રહ્યા છે. જેથી આમ આદમી પાર્ટી બિહારમાં પોતાનું સંગઠન મજબુત કરી બિહારની તમામ બેઠકો પરથી ચુંટણી લડશે તો નવાઇ નહીં.

દિલ્હીમાં જે મતદાતાઓએ કેજરીવાલાની સરકારને મત આપી જીતાડયા હતાં એ જ મતદાતાઓ બિહારના હતાં. દિલ્હીના મતદાતાઓએ કેજરીવાલાને ભરી-ભરીને મત આપીને સીએમ બનાવ્યા હતાં તેના કારણે તેમનો આત્મવિશ્વાસ વધી ગયો છે. જેથી કેજરીવાલા પોતાના સ્થાનિક મુદ્દાઓ લઇને બિહાર જાય તો નવાઇ નહીં.

Leave a Reply

Your email address will not be published.