////

વડોદરા રેલવેમાં એકસાથે 200 જેટલા કર્મચારીઓ થયા કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના બીજા વેવે તોફાન મચાવી દીધું છે. ત્યારે હવે અમદાવાદ બાદ વડોદરામાં કોરોનાનો હાહાકાર વધી રહ્યો છે. વડોદરા શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે તેની સાથે જ વડોદરા રેલવેમાં 200 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં પોઝિટિવ આવેલા લોકોમાં રેલવે કર્મચારીઓની સાથે તેમના કુટુંબીજનોનો પણ સમાવેશ થાય છે.

વડોદરા રેલવે તંત્ર દ્વારા 350 જેટલા RT-PCR ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ બંને ટેસ્ટમાં થઈને કોરોના સંક્રમિત કુલ દર્દીઓનો આંકડો લગભગ 200ને સ્પર્શી ગયો છે. જેમાં કેટલાક કર્મચારીઓએ હોમ ક્વોરેન્ટાઇન થવાનું પસંદ કર્યુ છે. તો બીજી બાજુ કેટલાક રેલવે કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો કોરોના સંક્રમિત થતા કેટલાક દર્દીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે.

વડોદકા મહાનગરપાલિકા દ્વારા વડોદરા રેલવે વિભાગને કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે ઓગસ્ટ મહિનામાં RT-PCR ટેસ્ટ અને રેપિડ કિટ આપી હતી. ત્યારબાદ પ્રતાપનગર રેલવે કોલોની અને યાર્ડમાં ધન્વંતરી રથના રાઉન્ડ પૂરા કરવામાં આવ્યા હતા. જેમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને કુટુંબીજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તેમાં કોઈપણ કેસ સામે આવ્યો ન હતો.

શહેરમાં હાલમાં પ્રતાપનગર રેલવે હોસ્પિટલ દ્વારા કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને 400થી પણ વધારે RT-PCR ટેસ્ટ કરવામાં આવતા, તેમાંથી 40 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. 400 જેટલા રેપિડ ટેસ્ટ કરાતા 150 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેના પગલે રેલવે તંત્રમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published.