////

વિદેશમાં બિરલા પરિવાર સાથે થયો દુર્વ્યહાર, અનન્યાએ ટ્વીટ કરી આપી જાણકારી

ભારત દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ એવા કુમાર મંગલમ બિરલાના પરિવાર સાથે વિદેશમાં જાતિભેદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના બિરલા પરિવાર સાથે અમેરિકાના વોશિંગ્ટનમાં ઘટી હતી. આ ઘટનાની જાણકારી કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ ટ્વીટ કરીને આપી.

જેમાં અનન્યા બિરલાએ લખ્યું કે, “આ રેસ્ટોરન્ટ સ્કોપા ઈટાલિયન રૂટ્સે મને અને મારા પરિવારને પોતાના પરિસરમાંથી બહાર કાઢી મૂક્યા. આ ખુબ જ દુ:ખી કરનારું અને જાતિભેદી છે. તમારે તમારા ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આ ઠીક નથી.”

એક અન્ય ટ્વીટમાં અનન્યાએ લખ્યું કે, અમે રેસ્ટોરન્ટમાં ભોજન માટે 3 કલાક રાહ જોઈ. શેફ એન્ટોનિયો વેઈટર જોશુઆ સિલ્વરમેનનો મારી માતા સાથે વ્યવહાર ખુબ કઠોર હતો. કુમાર મંગલમ બિરલાના પત્ની અને અનન્યા બિરલાના માતા નીરજા બિરલાએ પણ ટ્વીટ કરીને આ વ્યવહારને ખુબ ચોંકાવનારો ગણાવ્યો. તેમણે લખ્યું કે રેસ્ટોરન્ટને કોઈ પણ ગ્રાહકને આ રીતે ટ્રીટ કરવાનો કોઈ અધિકાર નથી.

Leave a Reply

Your email address will not be published.