///

ABVPનો શહેરની પોલીટેક્નિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન

રાજ્યની સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજોની સીટો ઘટાડવાના નિર્ણયનો ABVP વિરોધ કરી રહી છે. સીટો ઘટાડાના નિર્ણયના વિરોધમાં આજે ABVP દ્રારા તમામ સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજો બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ABVPની માંગ છે કે સરકારી કોલેજોની સીટો યથાવત રાખવામાં આવે છે. સરકારી કોલેજોમાં સામાન્ય અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ 1500થી 2000 હજાર રૂપિયામાં એન્જીનીયર બની શકે છે. પરંતુ સરકારે રાજ્યની સરકારી પોલીટેકનિક અને એન્જીનીયરીંગ કોલેજોમાં 10 હજારથી વધારે સીટો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેનો ABVP દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVPનો આક્ષેપ છે કે સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને ખાનગી કોલેજોની સીટો ભરવા આ નિર્ણય લીધો છે. ત્યારે ABVPએ સીટો ઘટાડોનો નિર્ણય પરત લેવાની માંગ સાથે આજે સરકારી એન્જીનીયરીંગ અને પોલિટેકનિક કોલેજો બંધની એલાન આપ્યું છે. પરંતુ કોલેજો ચાલુ રાખવામાં આવતાં ABVPએ હોબાળો કર્યો હતો.

પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં ABVPના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. કોલેજ ચાલુ રાખવામાં આવતા ABVPના કાર્યકરો સુત્રોચ્ચાર સાથે ચાલુ ક્લાસમાં ઘુસી ગયા હતા અને કોલેજ બંધ કરાવી હતી. ABVPએ હોબાળો કરતાં વિદ્યાર્થીઓ ક્લાસમાંથી ભાગ્યા હતા.ABVPએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોલેજના તમામ ક્લાસ બંધ કરાવી ચાલુ કાર્યક્રમમાં ABVPના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. આ બાબતે ABVPએ ગઈકાલે શિક્ષણમંત્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ હજી સુધી શિક્ષણ વિભાગે આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી.

Leave a Reply

Your email address will not be published.