///

અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના રાજીનામાનો સ્વીકાર, જાણો હવે કોને ચાર્જ સોંપાયો

ગત મહિને રાજ્યમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસમાં ધડાધડ રાજીનામા પડવાનું શરૂ થઇ ગયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પાર્ટીને અહીં 192માંથી માત્ર 25 સીટ મળી હતી. હવે આ હારની જવાબદારી સ્વીકારી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે પણ ગત મહિને રાજીનામુ આપ્યું હતું. આ જ પ્રમાણે સુરતમાં પણ કોંગ્રેસનો પરાજય થતાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ત્યારે આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકાનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે. નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે પાટીદારોના ગઢ ગણાતા સુરત કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ (SMC Election Result) કોંગ્રેસ માટે આંચકાજનક રહ્યા હતા. સુરતમાં કોંગ્રેસને પાછળ છોડી આમ આદમી પાર્ટી (AAP) આગળ નિકળી ગઇ હતી. આમ આદમી પાર્ટીએ 120 બેઠોકમાંથી 27 બેઠક પર વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.