//

ભાવનગરમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત, દંપતીના મોત

ભાવનગર જિલ્લાના મહુવાના કરમદીયા ગામ ખાતે રહેતા દંપતી ઘાંઘળી નજીક કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બોટાદથી પૂર ઝડપે આવી રહેલી એક ખાનગી મીની બસના ચાલકે દંપતીને અડફેટે લીધું હતું. બસ સાથેની બાઇકની ટક્કર બાદ પણ આ દંપતી 100 મીટર રોડ પર ઘસડાયું હતું. જેમાં બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા.

આ સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતાં. જ્યારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.