//

હળવદ-ધાંગધ્રા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત

હળવદ-ધાંગધ્રા હાઈવે રોડ પર આવેલા ‌ઢવાણા ગામના પાટિયા પાસે વડોદરાના સાવલી ગામેથી સામખયારી પાસે લાકડિયા ગામે જઇ રહેલા ત્રણ યુવકોને ઢવાણા ગામના પાટિયા પાસે કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામથી ત્રણ કૌટુંબિક ભાઈઓ બાઈક લઈને વડોદરાથી સામખીયારી પાસે લાકડીયા ગામે બહેનના ઘરે જતાં હતાં. ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચતા કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક વ્યક્તીને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને મોરબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યાં હતાં.

આ ઘટના અંગે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.