//

હિંમતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

હિમંતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

હડીયોલ પુલ છાપરિયા વિસ્તારમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ હિંમતનગર-વિજાપુર રોડ પર બાઇક અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે તો બે વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તો કાર ચાલક હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.