/

મધ્યપ્રદેશમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, 7ના મોત

મધ્યપ્રદેશમાં એક રોડ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મળતી માહીતી મુજબ, સતનાના નાગૌદથી ગેરૂઆ પાસે ડમ્પર અને કાર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા હતાં તો 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

મૃતકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનું સમાવેશ થાય છે. પન્ના પરિવારના લોકો એક શોક સભામાંથી પરત રીવા ફરી રહ્યા હતાં. તે દરમિયાનમાં આ ગોઝારી ઘટના બની હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને રીવા ખાતેની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.