//

સુરતમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત

રાજ્યમાં તહેવારોમાં દરરોજ ક્યાંકને ક્યાંક અલગ અલગ અકસ્માત થઈ રહ્યા છે. ગઈકાલે 4 મોટા રોડ અકસ્માતમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં, ત્યારે આજે પણ એક રોડ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યાં છે.

દિવાળીના તહેવારો બાદ લાભપાંચમના દિવસે સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક અને કાર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત કોસંબાના નંદાવ પાટિયા પાસે સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. પરંતુ પોલીસે તુરંત જ ઘટના સ્થળે પહોંચી જઇ અને ટ્રાફિકને ક્લીયર કરાવ્યો હતો. આ અકસ્માતને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.