/

મહારાષ્ટ્રમાં પીક-અપ વાન અને બસ વચ્ચે અકસ્માત, 2ના મોત

મહારાષ્ટ્રમાં એક પીક-અપ વાન અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતાં.

આ અકસ્માત મુંબઇથી નાસિક જતા હાઇવે પર બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવાસીઓથી ભરેલી એક પીક-અપ વાન અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત ગોંડે ગામ નજીક રોટે કંપનીની સામે બન્યો હતો. મૃતકોમાં વાન ચાલક અને એક પ્રવાસીનો સમાવેશ થાય છે. જ્યારે બસમાં સવાર આઠ લોકો ઘાયલ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published.