///

ધોળકા-બગોદરા હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 4નાં મોત

ધોળકા-બગોદરા હાઇવે પરના ખાનપુર ફાટક નજીક એક રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આગળનો સંપુર્ણ ભાગ પાછળની તરફ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આ અકસ્માતમાં ચોંકાવનારી બાબત તો છે કે, આ અકસ્માતમાં કાર અને રીક્ષા સામસામે અથડાયા હતાં. મૃતકોમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરૂષો સહિત ચાર લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર અપાયા બાદ તત્કાલ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. જો કે આ અકસ્માત અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા કેસ નોંધી આસપાસનાં વિસ્તારનાં CCTV સહિતની વસ્તુઓના આધારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.