//

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં અકસ્માત, 7ના મોત

શુક્રવારે વહેલી સવારે સાડા 3 કલાકની આસપાસ આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલા થાંટીકોંડા ઘાટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતાં.

મળતી માહિતી મુજબ લગ્નમાં હાજરી આપીને વાન પરત ફરી રહી હતી. તે દરમિયાન અકસ્માતે બ્રેક ફેઇલ થતા વાન પહાડ પરથી નીચે પટકાઇ હતી. જેમાં વાનમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તુરંત સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.