//

ઉત્તરપ્રદેશના બરાઈચમાં ભીષણ અકસ્માત, 6ના મોત

ઉત્તરપ્રદેશ રાજ્યના બરાઇચ જિલ્લાના પયાગપુર શિવદાહા રોડ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતાં. જ્યારે અકસ્માતમાં ઘાયલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ પયાગપુર રોડ પર યાત્રાળુઓથી ભરેલા વાહન સાથે ટ્રકનો ગંભીર અક્સ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 10 લોકો ઘાાયલ થયા હોવાનું સામે આવ્યુ છે. આ ગંભીર અકસ્માત રાત્રિના 1:30થી 2:00 કલાક વચ્ચે પયાગપુર રોડ પર સર્જોયો હતો. હાલમાં ઘાયલ તમામ લોકો સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.