/

મધ્યપ્રદેશથી ગુજરાત આવી રહેલી બસનો અકસ્માત, 20થી વધુને ઈજા

મધ્યપ્રદેશના ખારગોનથી સુરત તરફ જઇ રહેલી બસનો સેગાગાંવ નજીક ગોગલવાડી ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો.

મધ્યપ્રદેશથી સુરત તરફ જઇ રહેલી બસને અકસ્માત નડ્યો હતો જેમાં 20 લોકોને ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં બસ ટ્રેક્ટરને બચાવતી વખતે અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. જે બસમાં 60થી વધુ લોકો સવાર હતાં.

આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ સમગ્ર અકસ્માતની ઘટનાને લઇને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી લોકોની મદદથી ઈજાગ્રસ્તોને સીગાવ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે બાદમાં જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડેલા છે.

Leave a Reply

Your email address will not be published.