//

સુરેન્દ્રનગર લખતર રોડ પર અકસ્માત, 4ના મોત

રાજ્યમાં દિવાળીના તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બુધવારે રાજ્ય માટે ગોઝારો અકસ્માત દિવસ તરીકે શરુ થયો છે. ગઇકાલે મોડી રાત્રે વડોદરા પાસે અકસ્માતમાં 10 લોકોના મૃત્યુંની આશંકા હતી ત્યાં વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ હતી. જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુ઼જબ સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ હતી. આ દૂર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

આ અકસ્માતમાં એટલો ભયંકર હતો કે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે દૂર્ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ અકસ્માતને લઇને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.