/

ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર અકસ્માત, 2નાં મોત

રાજ્યમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો સામે આવતા રહે છે. મહેસાણામાં આવા જ એક અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરતા હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો.

આ અકસ્માતને પગલે સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો છે કે તેઓએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં અહીં અંડરબ્રિજ નથી બનાવવામાં આવતો. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણી નહીં સંતોષે તો ભવિષ્યમાં પણ તેઓ રસ્તો બ્લોક કરશે.

મળતી માહિતી પ્રમાણે ઊંઝા સિદ્ધપુર હાઇવે પર મકતુંપુર ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે. એક ટ્રલરે બાઇક સવાર બે લોકોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોનાં મૃત્યુ થયા છે. અકસ્માત બાદ ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને હાઇવે પર વાહનોને અટકાવી દીધા હતાં. જેના પગલે વાહનોની ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

બનાવની જાણ થયા બાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસે લોકોને સમજાવીને મહામહેનતે રસ્તા પરથી દુર કરી અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. આશરે બે કલાક સુધી અહીં ટ્રાફિકજામ રહ્યો હતો. મુખ્ય હાઇવે બે કલાક બંધ રહેતા ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.