/

ગમખ્વાર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં 5ના મોત, 1 ઈજાગ્રસ્ત

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોરોનાને લઈને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો આ હાઈવે અકસ્માત ઝોન છે. માહિતી અનુસાર સુરેનદ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે લીંબડીથી અમદાવાદ વચ્ચેના આ હાઈવે પર થોડા- થોડા દિવસે નાના- મોટા અકસ્માત સર્જાતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.