//

સરકાર અને પોલીસ વિરૂદ્ધ ટ્વિટ કરવાના અધધ… એકાઉન્ટ મળી આવ્યા

મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સાયબરની ટીમને 1.5 લાખથી વધુ ટ્વિટર એકાઉન્ટ મળ્યા છે. જે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નકારાત્મક ટ્વિટ, રિટ્વીટ અને કૉમેન્ટ કરી રહ્યા હતાં. પોલીસના જણાવ્યાં અનુસાર 1.5 લાખ એકાઉન્ટમાં 80 ટકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું કે, આમાંથી કેટલાક ટ્વિટર એકાઉન્ટ બોટ હતા. જેનો ઉપયોગ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બદનામ કરવા માટે થતો હતો. પોલીસે જણાવ્યું કે, આ ફેક એકાઉન્ટને બૉટ્સની સહાયતાથી દેશના અલગ-અલગ સ્થાનોમાં પણ ચલાવવામાં આવતા હતાં.

Leave a Reply

Your email address will not be published.