///

રાજકોટમાં બ્રિજની દિવાલ ધરાશાયી મામલે આરોપીઓએ આગોતરા જામીનની કરી અરજી

રાજકોટ આજીડેમ ચોકડી પાસે બ્રિજની દિવાલ ધરાશાયી થવાના મામલે હજુ સુધી કોઈ હલ ન આવતા પોલીસની નિષ્ક્રિયતા પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યાં છે. જોકે પોલીસે ફરિયાદ નોંધી લીધા પછી પણ ધરપકડ ન થતાં આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે.

રાજકોટ આજીડેમ પોલીસ સામે આજીડેમ ચોકડી પાસેના બ્રિજની દિવાલ ધરાશયી થવાના મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પણ આરોપીઓની કેમ ધરપકડ ન કરી હોવાના પ્રશ્ન ઉઠી રહ્યાં છે. ત્યારે હાલમાં આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે.

આ મામલે પોલીસ સ્ટેશનમાં 2 ડિરેક્ટર, પૂર્વી કર્મી અને ઇજનેર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પ્રશ્ન થાય છે કે, આરોપીઓ દ્વારા આગોતરા જામીનની અરજી કરી છતાં કેમ ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ દૂર્ઘટનામાં 2 યુવકોના મૃત્યું થયા હતા.

અગાઉ પણ આ મામલે પોલીસ સામે પ્રશ્ન ઉઠ્યાં હતા. જેમાં ગુનો નોંધવામાં ઢીલી નીતિ જોવા મળી રહી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેનું મુખ્ય કારણ એ હતું કે, જૂનમાં રિપોર્ટ આવ્યો હોવા છતાં ગુનો નોંધાવામાં ઢીલ કરવામાં આવી રહી હતી. આ અંગે તપાસ પંચના રિપોર્ટ બાદ પણ પોલીસમાં ફરિયાદ થઇ નહોતી. માત્ર નેશનલ હાઇવે ઓથોરિટીના 1 અધિકારીની બદલી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published.