///

કુખ્યાત એજાઝ ખિયાણીને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીને ઝડપી લેવામાં આવ્યો છે. એજાઝ સહિત 11 લોકો સામે GUJCTOC હેઠળ ગુનોં નોંધવામાં આવ્યો છે. આરોપી એજાઝ ખિયાણી તેમજ તેની ટોળકીએ વર્ષ 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચર્યા છે.

આરોપી એજાઝ ખિયાણી સહિતના 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ તમામ આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની સંપત્તિ, બેન્કની વિગતો તેમજ ગુનાહિત પ્રવૃતિઓ અંગે માહિતી મેળવવામાં આવશે. સાથે જ ફરાર આરોપી ક્યા રહેતો હતો? કોના દ્વારા તેને આશરો આપવામાં આવ્યો હતો? ફરાર હતો આ દરમિયાન કઇ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હતો તે તમામ બાબતો રિમાન્ડ દરમિયાન પૂછવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, GUJCTOC એ ગુનાહિત પ્રવૃતિઓ સામે લગામ લગાવવા માટેનું સરકારનું હથિયાર છે. રાજ્યમાં થતા આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ માટેના કાયદાનો અમલ થતાં સોપારી આપવાના, ધાકધમકીથી પૈસા પડાવવાના, પ્રતિબંધિત માલની દાણચોરી કરવાના કે પછી કેફી દ્રવ્યોને ગેરકાયદે વેપાર કરનારાઓ, ખંડણી માટે અપહરણ કરનારાઓ, રક્ષણ માટે નાણાં વસૂલવા, નાણાંકીય લાભ મેળવવા માટે પોન્ઝી સ્કીમના માધ્યમથી લોકોને છેતરવાની કામગીરી કરવાના અને મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published.