///

વિશ્વભરમાં કોરોના કહેર, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 12 લાખ થઈ

ચીનના વુહાન શહેરથી જન્મેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવ્યો છે. જીવલેણ કોરોના વાયરસે હજારો લોકોનો જીવ લીધો છે..ત્યારે વિશ્વમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 12 લાખ જેટલી થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ અને સ્પેન પર તૂટી પડ્યો છે. તો એક જ દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા 85 હજાર સંક્રમિત કેસો નોંધાયા છે સાથેજ 5 હજાર 800થી વધુના મોત નિપજ્યા છે.. તો અમરિકામાં એકજ દિવસમાં 34 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી કુલ સંક્રમિત કેસોની સંખ્યા 3 લાખ 11 હજારથી વધુ થઈ છે. અને મૃત્યુંઆંક 8 હજાર 500થી વધુ નોંધાયો છે. જ્યારે સ્પેનમાં પણ કોરોના કહેર વધ્યો છે તો સ્પેનમાં 1 લાખ 26 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે.. જે ઈટલીવી સરખામણીમાં વધુ છે. તો ઈટાલીમાં 1 લાખ 24 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે.. તો એક દિવસમાં સ્પેનમાં 7 હજાર અને ઈટાલીમાં 5 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આંકડાઓ અનુસાર ઈટાલી કરતા સ્પેનમાં કોરોનાએ વધુ લોકોને ઝપેટમાં લીધા છે. ફ્રાન્સમાં પણ છેલ્લા 24 કલાકમાં 1 હજાર 53 કોરોનાના દર્દીઓ જીવ ગુમાવ્યો છે તો કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 89 હજાર થઈ છે અને મૃત્યું આંક 7 હજાર 560 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.