//

સરકારમાં તાકાત હોઈ તો તુવેર ખરીદી કૌભાંડના અધિકારીઓ સામે પગલાં લે કોંગ્રેસે કયો હુંકાર.

જૂનાગઢ જિલ્લામાં તુવેર ખરીદી કૌભાંડ મામલમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ રાજ્ય સરકાર પર સીધો સરકારના કહેવત અધિકારીઓ પર આક્ષેપ કરી જણાવ્યું હતું કે તુવેર ખરીદી મામલા સરકારી બાબુઓ ની મીલીભગત છે અને સરકાર તેને છાવરી રહી છે સરકારમાં તાકાત હોઈ તો તુવેર ખરીદી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાં લે.

જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્રારા તુવેર ખરીદ કરવામાં આવી હતી. જેમાં મસમોટા કૌભાંડ થયા હોવાના કોંગ્રેસ અને ખેડૂતો આક્ષેપ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ સરકાર પાર સીધું નિશાન તાકી ને જણાવ્યું હતું ટેકાભાવે ખેડૂતો ને લાભ મળવા ને બદલે ભાજપ કાર્યકરોને ટેકો મળે છે.  કરોડો ના કૌભાંડ ના કાળા નાણાં કમલમ માં ઠલવાય છે.ટેકાના ભાવે તુવેર ખરીદીમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.કૌભાંડ ની નિષ્પક્ષ થવી જોઈએ અને તેમાં સંડોવાયેલા અધિકારી હોઈ કે અન્ય કોઈ પણ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે મનીષ દોશીએ વધુ જણાવ્યું છે કે કલેકટર અને પુરવઠા અધિકારી સામે ફોજદારી રાહે  કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય આપે તો જ સંવેદનશિલ સરકાર કહેવાય.

Leave a Reply

Your email address will not be published.