/

23 બાળકોના પિતા બનેલા યુવકે કાયદાનો કર્યો ભંગ, હવે તેના વિરૂદ્ધ થશે કાર્યવાહી

કોઈ વ્યક્તિ એક વર્ષમાં એક બાળકનો જ પિતા બની શકે છે. પરંતુ અહીં તો આ શખ્સ એક વર્ષમાં 23 બાળકોનો પિતા બન્યો છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ એક યુવક ખરેખર એક જ વર્ષમાં 23 બાળકોનો જૈવિક પિતા બની ગયો છે.

હકીકતે વાત એવી છે કે યુવકને શરૂઆતથી સ્પર્મ ડૉનેટ કર્યાં છે. પરંતુ પાછળથી તેણે સ્પર્મ ડોનેશનને ફૂલ ટાઈમ જૉબ બનાવી લીધી. હવે યુવકની આ હરકત પર તપાસ શરૂ થઈ ગઈ છે.

આ કિસ્સો ઑસ્ટ્રેલિયાનો છે. જ્યાં એલન ફાન નામનો યુવક સ્પર્મ ડોનેટ કરવા બદલ ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂક્યો છે. આ યુવકનું કહેવું છે કે, મહિલાઓ તેમના વંશ અને સ્પર્મ સ્વસ્થ હોવાના કારણે તેમને પસંદ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એલન ખુદ બે બાળકોને પિતા છે. પરંતુ તેણે ખાનગી રીતે સ્પર્મ ડોનેટ કરીને 23 બાળકો પેદા કર્યાં છે. તે રજિસ્ટર્ડ ફર્ટિલિટી સેન્ટરમાં પણ સ્પર્મ ડોનેટ કરતો રહે છે.

ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા 40 વર્ષના એલનની તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક ફર્ટિલિટી ક્લિનિકે જ એલન વિશે ફરિયાદ કરી હતી. એલન પર આરોપ છે કે, તેણે કાયદેસર ક્લિનિક સિવાય અંગત રીતે સ્પર્મ ડોનેટ કર્યાં અને સરકારે નક્કી કરેલી સંખ્યા કરતાં વધુ બાળકો પેદા કર્યા છે.

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા કાયદા અંતર્ગત એક પુરુષ માત્ર 10 ફેમિલી ક્રિએટ કરી શકે છે. જ્યારે એલનનું કહેવું છે કે, મહિલાઓને ઈન્કાર કરવા તેના માટે મુશ્કેલ કામ છે. આજ કારણે તેને એક દિવસમાં ત્રણ મહિલાઓને પણ સ્પર્મ ડોનેટ કર્યાં.

Leave a Reply

Your email address will not be published.