પાકિસ્તાની સરકાર અને તેની સેનાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર અવાજ બુલંદ કરનારી બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટ કરીમા બલોચનું કેનેડામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે.
કરીમા રવિવારે ગુમ થઈ ગઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. કરીનાનું શબ ટોરેન્ટોથી મળી આવ્યું છે. હાલ કરીમાના મોતનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું. પરંતુ તેની પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIનો હાથ હોવાની વાત સામે આવી રહી છે. કરીમા ભારતના વડાપ્રધાન મોદીને ભાઈ માનતી હતી અને 2016માં રક્ષાબંધન નિમિત્તે તેણે વડાપ્રધાનને રાખડી પણ મોકલી હતી.
કરીમાએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચારોની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સંદિગ્ધ સ્થિતિમાં થયેલા તેના મોતને લઈને પાકિસ્તાની સરકાર અને તેની ઇન્ટેલિજન્સ એજન્સી ISI ઉપર પણ સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.