/

બોલિવુડ અભિનેતા આસિફ બસરાએ કરી આત્મહત્યા

બોલિવુડ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાના સમાચાર સાંભળતા જ તેમના ચાહક વર્ગમાં શોકની લાગણી પ્રસરી છે. એક્ટર બસરાનો મૃતદેહ મૈક્લોડગંજમાં બંધ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અને ફોરેન્સિકની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આસિફ બસરા ડિપ્રેશનનો શિકાર હતાં.

આસિફ બસરા મૈક્લોડગંજમાં ભાડેથી રહેતા હતાં. તેઓ છેલ્લા 6 મહિનાથી મૈક્લોડગંજ સ્થિત એક મકાનમાં રહેતા હતાં.

આસિફ બસર 12 નવેમ્બરના રોજ તેમના પાલતુ કૂતરા સાથે ફરવા નિકળ્યા હતા અને ત્યારબાદ ઘરે આવીને કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો હતો. પોલીસને શરૂઆતની તપાસમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે.

આસિફ બસરાના કરિયરની જો વાત કરવામાં આવે તો તેમણે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ એક્ટરે નાના પડદાથી લઇને મોટા પડદા સુધી પોતાની એક્ટીંગનો જાદુ યથાવત રાખ્યો હતો. તેમણે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કાયપો છે’ માં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત હિચકી, બ્લેક ફ્રાઇડે, એક વિલન, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ જેવી 30 ફિલ્મ્સમાં આસિફ બસરાએ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.