///

અભિનેતા ફરાઝ ખાને 46 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

બોલીવુડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન થયું છે. જોકે અભિનેતા ઘણા દિવસથી બીમાર હતા. તેમજ તેમની બેંગ્લુરુની એક હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી. ફરાઝ ખાનના નિધનની જાણકારી અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આપી છે. ફિલ્મ મહેંદીમાં ફરાઝ ખાને રાણી મુખરજી સાથે કામ કર્યું હતું.

પૂજા ભટ્ટે તાજેતરમાં ફરાઝ ખાન બીમાર હોવાની જાણકારી આપી હતી. તેમજ લોકોને અપીલ કરી હતી કે, તેઓ આગળ આવીને ફરાઝ ખાન અને તેના પરિવારની મદદ કરે. ત્યારબાદ સલમાન ખાને પણ પૂજાની આ અપીલ પર પરિવારની મદદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફરાઝ ખાને વર્ષ 1990ના દાયકાના અંત અને વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ફરેબ અને મહેંદી જેવી ફિલ્મો સામેલ છે. ફરાઝ ખાન અભિનેતા યુસુફ ખાનના પુત્ર હતા.

Leave a Reply

Your email address will not be published.