////

ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થઇ ગયુ છે. કોરોના વાઇરસની સારવાર હેઠળ અભિનેતાને યુ.એન.મહેતા હોસ્પિટલ ખાાતે દાખલ કરાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સૌપ્રથમ સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. અભિનેતાની તબિયત ખરાબ થતા યુ.એન મહેતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. આ પહેલા પિતાની તબિયતને લઈને તેમના દીકરા અને કડીના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પિતાનો ફોટો પોસ્ટ કરી તેમના ઝડપથી સ્વસ્થ થવા અંગેની પ્રાર્થના કરી હતી.

ગુજરાતી ફિલ્મમાં વટ

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનેતાએ હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

અભિનેતાએ કારકિર્દીની શરૂઆત વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી કરી હતી. તેઓએ અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અભિનેતા અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને સારી એવી કમાણી કરાવી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.