////

અભિનેતા રજનીકાંત રાજનીતિને લઇ કરી શકે છે મહત્વની જાહેરાત

અભિનેતા રજનીકાંત રાજનીતિને લઈ આજે મહત્વનો નિર્ણય કરી શકે છે. તમિલનાડુમાં 2021માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ જાહેરાત કરી શકે છે.

અભિનેતા રજનીકાંત આજે પોતાના મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક કરવા માટે પોતાના ઘરેથી નિકળી ગયા હતાં. જોકે થોડા સમય પહેલા જ ડોક્ટરોએ તેમને સ્વાસ્થ્યને કારણે રાજનીતિમાં સક્રિય ન રહેવા સલાહ આપી હતી.

અભિનેતાના નિવાસ રાધવેન્દ્ર કલ્યાણ મંડપમમાં યોજાનારી બેઠકમાં રજનીકાંત પોતાના મોરચાના રજની મક્કલ મન્દ્રમના જિલ્લા સચિવો સાથે વિચાર વિમર્શ કરશે. આશરે 1 મહિના પહેલા રજનીકાંતે કહ્યું હતું કે તે ઉચિત સમય પર મંદ્રમના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને પોતાના રાજનીતિક વલણ વિશે લોકોને સુચિત કરશે. તમિલનાડુમાં 2021ની એપ્રિલ-મે માં વિધાનસભા ચૂંટણીનું આયોજન થનાર છે.

બેઠકના એજન્ડાને લઈ સુત્રોએ સંકેત આપ્યા છે કે જેવું રજનીકાંતે પોતે જ કહ્યું હતુ કે તે પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પોતાનું વલણ સ્પષ્ટ કરશે, તેવામાં બેઠક બાદ આ સંબંધિત મહત્વની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મંદ્રમના ગઠનને તમિલનાડુની વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિક પાર્ટીમાં રૂપાંતરિત કરવા માટે મદદગાર પગલા તરીકે જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.