/////

બોલિવૂડ અભિનેતા વિક્રમજીત કંપરપાલનું કોરોનાના કારણે નિધન

કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે, ત્યારે કોરોનાની ઝપેટમાં સામાન્ય વ્યક્તિથી લઈને સેલીબ્રિટીઝ પણ આવી રહ્યાં છે, ત્યારે ટીવી અને બોલીવૂડ એક્ટર વિક્રમજીત કંવરપાલનું કોરોનાના કારણે નિધન થઈ ગયું છે. તેઓ 52 વર્ષના હતા.

વિક્રમજીત કંવરપાલ એક એક્ટર બનવાથી પહેલા આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. તેમને આર્મીમાંથી રિટાયર્ડ થયા પછી વર્ષ 2003માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતુ. વિક્રમજીત કંવરપાલના નિધનના સમાચાર એક્ટર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર આપ્યા છે.

અશોક પંડિતે ટ્વિટ કર્યું છે કે, આજે સવારે કોરોનાના કારણે મેજર વિક્રમજીત કંવરપાલના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું. એક રિટાયર આર્મી ઓફિસર, કંવરપાલે અનેક ફિલ્મો અને ટીવી સીરિયલમાં સપોર્ટિંગ રોલ્સ નિભાવ્યા હતા. તેમના પરિવાર અને નજીકનાઓને મારી સંવેદનાઓ.

અશોક પંડિત ઉપરાંત એક્ટર મનોજ બાજપેયી, શ્રિયા પિલગાંવકર, રોહિત રોય, નીલ નિતિન મુકેશ, કુબરા સૈત સહિત અન્યોએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. મનોજ બાજપેયીએ લખ્યું કે, હે ભગવાન, કેટલા દુ:ખદ સમાચાર છે. અમે એકબીજાને 14 વર્ષોથી ઓળખતા હતા. ખુબ જ હેરાન કરનાર સમાચાર.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2003માં તેમણે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું અને તેમનાં સપોર્ટિંગ રોલમાં તેઓ ફિલ્મો અને ટીવીમાં છવાયેલાં રહેતાં. તેમણે અનિલ કપૂરની સાથે 24 વેબસિરીઝમાં પણ કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.