//

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયએ મુખ્યપ્રધાન સાથે કરી બેઠક, આ મુદ્દે ચર્ચા કરી

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે અભિનેતા વિવેક ઓબેરોય શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા કરી હતી.

બોલીવુડના જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય આજે સોમવારે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતાં. ત્યારે તેઓએ મુખ્યપ્રધાન રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં રસ ધરાવે છે.

આ તકે બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોય ગુજરાતમાં દિવ્યાંગો માટે સ્ટાર્ટ-અપ, ટોય ઇન્ડસ્ટ્રીમાં રોકાણ અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમથી JEE, NEETના કોચિંગ શરૂ કરવા અંગે રસ દાખવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.