///

મુંબઇ એરપોર્ટ પર ગૂમ થઇ આ એક્ટ્રેસની હિરાની વિંટી, લોકો પાસે માગી મદદ

બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ હાલમાં જ એક ટ્વિટ કરી માહિતી આપી છે કે, તેની એક ડાયમંડની રિંગ મુંબઇ એરપોર્ટ પર ગુમ થઇ ગઇ છે. તે માટે તેમણે ટ્વિટ કરીને લોકો પાસે મદદ માગી છે. તેમણે જણાવ્યું છે કે, ગત 15 વર્ષથી તે આ હિરાની વિંટી પહેરતી આવી રહી છે. જૂહીએ કહ્યું કે, કોઇ તેની મદદ કરી શકે છે તો તે ખરેખરમાં રોમાંચિત થઇ જશે.

જૂહીની પોસ્ટ વાયરલ થઇ રહી છે. તેને ટ્વિટ કરીને લોકોને આગ્રહ કર્યો હતો કે, જો કોઇને પણ આ રિંગ મળે છે તો તે પોલીસને તેની સૂચના કરી શકે છે. આ સાથે જ તેણે કહ્યું કે, તે જે તે વ્યક્તિને ઇનામ પણ આપશે. આમ કરવામાં તેને ખુશી મળશે. તેણે જ્વેલરીનાં મેચિંગ પીસની એક તસવીર શેર કરી છે. જૂહીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

જૂહી ચાવલાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એરપોર્ટમાં જતી નજર આવતી હતી. આ વીડિયો શેર કરતાં એક્ટ્રેસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority of India) અંગે નારાજગી જાહેર કરી હતી અને ખરાબ વ્યવસ્થા મામલે AAIનો ઉધડો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.