/

IPL 2021 : અદાણીએ અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદવામાં રસ દાખવ્યો

ઇન્ડિયન પ્રિમીયર લીગમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદવામાં અદાણી ગ્રુપે રસ દાખવ્યો છે. આરબ અમીરાતમાં IPLના સફળ આયોજન બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ 2021ની સીઝન માટેની તૈયારી કરી રહ્યું છે.

2021ની સીઝનને લઇને IPLમાં નવી 3 ટીમોનો સમાવેશ કરવાની સંભાવના છે. જેમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની પણ વાત ચાલી રહી છે. તેના માટે અદાણી ગ્રુપે રસ દાખવ્યો છે.

આ ઉપરાંત કાનપુર, લખનૌ અને પુણેની ટીમો અંગે પણ વિચાર થઇ રહ્યો છે. તેના માટે ગોયન્કા ગ્રુપ અને સાઉથના સુપર સ્ટાર મોહનલાલ કોઇ ટીમને ખરીદી શકે છે.

BCCI આઇપીએલના વિસ્તરણ અંગે ડિસેમ્બરમાં વાર્ષિક સામાન્ય સભામાં નિર્ણય લઇ શકે છે. રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીની માલીકીના અદાણી ગ્રુપ અને સંજીવ ગોયન્કાના RPSG ઉપરાંત દક્ષિણના પ્રસિદ્ધ અભિનેતા મોહન લાલ ટીમોની ખરીદીની રેસમાં છે.

Leave a Reply

Your email address will not be published.