//

પાટીદાર સમાજની યશ કલગીમાં વધુ એક ઉમેરો : જાણો કયાં બની રહ્યુ છે વિશ્વનું સૌથી ઉંચુ મંદીર ?

વિશ્વનાં સૌથી ઉંચા મંદિર ઉમિયાધામ જાશપુર ખાતે બનાવવામાં આવ્યું છે. ઉમિયા માતાનાં મંદીરનો શિલાયન્યાસ સમારોહનો ૨૮-૨૯ ફેબ્રુઆરીનાં રોજ યોજવવાનો છે. જેની શ્રદ્વાળુઓ પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. શિલાન્યાસ સમારોહ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાશપુર ગામે ૨ દિવસ ભવ્ય ઉજવણીથી યોજવામાં આવશે. મા ઉમિયાના મંદીરનાં શિલાયન્સ સમારોહમાં દેશભરનાં સાધુ-સંતો, મહંતો, ધર્માચાયો હાજર રહેશે. મંદીરનાં ભવ્યતાની વાત કરીએ તો ૪૩૧ ફુટ ઉંચા મંદીરમાં ૫૨ ફુટ ઉંચા સ્થાનક પર મા ઉમિયા બિરાજશે.
મંદીરનાં ઉંચા શિખર ઉપર ૮૨ મીટરની ઉંચી વ્યૂ ગેલેરીમાંથી મંદિરનો અપ્રતિમ નજારો જોઇ શકાશે. મા ઉમિયા મંદીરનાં બે દિવસનાં ભવ્ય કાર્યકમમાં ૨ લાખ કરતા વધુ ભકતો હાજરી આપવાનાં છે. જેમાં ૫૦૦૦ સ્વયંસેવકો સેવા આપવાનાં છે. મંદીરનાં ૨ દિવસનાં કાર્યકમમાં ૨ લાખ ૧૧ હજાર જવારા મહિલાઓની શોભાયાત્રા યોજાશે.

મા ઉમિયાનાં ૨ દિવસનાં ભવ્ય કાર્યકમમાં રાજનેતાઓ જીતુ વાધાણી, પરેશ ધાનાણી, અમિત ચાવડા હાજરી આપવાનાં છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ પણ હાજર રહેવાનાં છે. તે સિવાય શ્રી શ્રી રવિશંકર, મહંત સ્વામી સહિતનાં સંતો અને મંહતો , ઉમિયા ધામ ઉંઝાનાં સંચાલકો અને ખોડલધામનાં ટ્રસ્ટીઓ પણ હાજર રહેશે.


મા ઉમિયા મંદીરની શું હશે વિશિષ્ટાઓ ?
૧ મંદીરની ડીઝાઇન જર્મન આર્કીટેક અને ઇન્ડિયન આર્કીટેકના સંયુક્રત ઉપક્રમે બની છે.
૨ મંદીરની વ્યૂ ગેલેરીમાંથી અમદાવાદનો નઝારો જોઇ શકાશે.
૩ મંદીરની વ્યુ ગેલેરી ૮૨ મીટર ઉંચી હશે.
૪ મંદીરનો ગર્ભ ગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણાયેલી ડિઝાઇન પ્રમાણે હશે.
૫ મંદીર ૪૩૧ ફુટ ઉંચાઇ ધરાવતું હશે.
૬. ૫૨ ફુટ ઉંચા સ્થાનક પર ૫ ફુટ ઉંચી મા ઉમિયાની પ્રતિમા હશે.

Leave a Reply

Your email address will not be published.