///

ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ નિવૃત થતા તેમનો ચાર્જ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારને સોંપાયો

ગુજરાત રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, ત્યારે તેમની જગ્યાનો વધારાનો હવાલો રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. આગામી 1લી નવેમ્બરથી તેઓ ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે.

પંકજ કુમાર છેલ્લા ત્રણ વર્ષથી મહેસૂલ વિભાગ સંભાળી રહ્યા છે. તેઓ પણ 1986 બેંચના જ સિનિયર IAS અધિકારી છે. જ્યાં સુધી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની કાયમી નિમણૂક ન થયા ત્યાં સુધી પંકજ કુમાર પાસે ચાર્જ રહેશે.

આ ઉપરાંત સંગીતા સિંહ પાસે વિજિલન્સ કમિશનનો પણ વધારાનો હવાલો છે. પરંતુ હજુ સુધી રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે તેનો હવાલો કોને સોંપવો તે અંગે નિર્ણય કર્યો નથી. જોકે એવી શક્યતા છે કે આ હવાલો પણ પંકજ કુમારને સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.