///

IND vs AUS: એડીલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 8 વિકેટથી જીત્યું, સિરીઝમાં 1-0થી આગળ

ગઇકાલે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 191 રનમાં ઓલઆઉટ થયુ હતું. આ સાથે જ ભારતને 53 રનની લીડ મળી હતી. ત્યારબાદ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારત પોતાની બીજી ઇનિંગ્સમાં 9 વિકેટ સાથે 36 રન જ ઉમેરી શકી હતી. એક પણ બેટ્સમેન ડબલ ડીઝીટ સુધી ન પહોંચી શક્યો. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ન્યુનતમ સ્કોર સાથે ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર નોંધાયો છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે 42 રનમાં ઓલઆઉટ થઇ હતી.

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે એડિલેડ ઓવલમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટથી માત આપી છે. ભારત હાલ સિરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના બોલર આગળ ભારતે આજે હારનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ભારતની બીજી ઇનિંગ્સમાં કોઈ બેટ્સમેનને રમવા દીધું નહી અને તેણે માત્ર 8 રન આપી 5 વિકેટ ઝડપી પાડી હતી. તેણે આ મેચની પહેલી ઇનિંગ્સમાં 1 વિકેટ મેળવી હતી.

ભારત પોતાની બીજી ઈનિંગ્સમાં 9 વિકેટ સાથે 36 રન જ ઉમેરી શકી હતી, જેમાં ત્રણ બેટ્સમેન 0 રન પર આઉટ થયા છે, જ્યારે કેપ્ટન કોહલી માત્ર 4 રન બનાવી પેવેલીયન ભેગો થયો હતો. આ ઉપરાંત વાઇસ કેપ્ટન રહાણે પણ કઇ કરી શક્યો ન હતો અને 0 રન પર પોતાની વિકેટ ગુમાવી હતી.

આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના અન્ય બેટ્સમેનમાં ઓપનિંગ જોડી માં પૃથ્વી શો પણ 4 અને અગ્રવાલ માત્ર 9 રન જ નોંધાવી શક્યા હતા જ્યારે પુજારા 0 અને નાઇટ વોચમેન તરીકે ઉતરેલા બુમરાહે 2 રન બનાવ્યા હતાં.

આ તકે અન્ય બેટ્સમેન પણ કઇ ખાસ કરી શક્યા નહતા અને કોઇ પણ બેટ્સમેન ડબલ ડીઝીટ સુધી પહોંચી શક્યો નહતો. જેના પગલે ટીમ ઇન્ડિયા પોતાની બીજી ઇનિંગ્સમાં માત્ર 36 રન પર જ સમેટાઇ ગઇ હતી.

જોકે ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગ્સમાં 244 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમ 36 રન પર ઓલઆઉટ થઈ ગઇ. આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો ન્યૂનતમ સ્કોર છે. હોસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 90 રનનો સરળ સ્કોર મળ્યો છે. જેમાં તેમણે 2 વિકેટ ગુમાવી સ્કોર પૂરો કર્યો અને આ ટેસ્ટ મેચ ત્રીજા દિવેસે જ પૂર્ણ થઈ ગઇ.

Leave a Reply

Your email address will not be published.