////

કોંગ્રેસના આ નેતાએ કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યું

બિહાર વિધાનસભા ચૂંટણી સહિત તમામ પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર ટિપ્પણને લઇને પાર્ટી નેતા અધીર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કંઇ પણ કામ કર્યા વગર બોલવું આત્મનિરીક્ષણ હોય છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ‘કપીલ સિબ્બલે આ અંગે પહેલા પણ વાત કરી હતી. તેઓ કોંગ્રેસ પાર્ટી અને આત્મનિરીક્ષણની આવશ્યકતા અંગે ઘણા ચિંતિત છે. પરંતુ અમે બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે પછી ગુજરાતની ચૂંટણીમાં તેમનો ચહેરો જોયો નથી.’

કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે બિહાર વિધાનસભા ચૂંટણી અને મધ્ય પ્રદેશ પેટાચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લેતા પાર્ટીની અંદર આત્મનિરીક્ષણની આવશ્યકતા અંગે જણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ કપિલ સિબ્બલને આડે હાથ લીધા હતાં અને હવે અધીર રંજન ચૌધરીએ નિશાન સાધ્યું છે.

Leave a Reply

Your email address will not be published.