/

ઈન્દોરમાં કોમ્પ્યુટર બાબાના આશ્રમ પર તંત્રની કાર્યવાહી, જુઓ Video

ઈન્દોરમાં વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરતા કોમ્પ્યુટર બાબાના આશ્રમ પર બુલડોઝર ફેરવી નાંખ્યુ છે. કોમ્પ્યુટર બાબાએ બે એકર સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો હતો. આ સાથે જ પોલીસે બાબા સહિત તેમના 6 સાગરિતોની ધરપકડ કરી છે.

કોમ્પ્યુટર બાબાએ ઈન્દોરના ગોમતીગિરી સ્થિત આશ્રમનું ગેરકાયદેસર નિર્માણ કર્યું હતું. જેના પર વહીવટી તંત્રએ બે મહિના પહેલા નોટિસ મોકલી હતી.

હકીકતમાં જિલ્લા વહીવટી તંત્રએ રવિવારે મોટી કાર્યવાહી હાથ ધરતાં ગ્રામ જમૂડી હપસીમાં નામદેવ દાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબા દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું છે.

ઈન્દોર કલેક્ટર મનિષ સિંહની આગેવાનીમાં ADM અજય દેવ શર્મા અને અને SDM તથા પોલીસ અધિકારીઓના કાફલો આજે રવિવારે સવારથી જ કાર્યવાહી કરી રહ્યું છે. કોમ્પ્યુટર બાબાએ બે એકર સરકારી જમીન પર કબ્જો કરી રાખ્યો હતો.

આ અંગે અધિકારીએ જણાવ્યું કે, આ સંદર્ભે રેવન્યૂ વિભાગ દ્વારા તેમને 2 હજાર રૂપિયાનો આર્થિક દંડ ફટકારવા સાથે જ સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જાને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે દબાણ દૂર ન કરવાની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, 2018માં કોમ્પ્યુટર બાબાએ કોંગ્રેસના સમર્થનમાં જનસભાઓ કરી હતી. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે પોતાના ગત કાર્યકાળ દરમિયાન કોમ્પ્યુટર બાબાને પ્રધાનનો દરજ્જો આપ્યો હતો, પરંતુ ચૂટંણી સમયે તેઓએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

તાજેતરમાં યોજાયેલી 28 બેઠકો પરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ કોમ્પ્યુટર બાબાએ કોંગ્રેસનું ભરપુર સમર્થન કર્યું હતું. બાબાએ અન્ય સાધુ-સંતો સાથે મળીને જે વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી હતી, ત્યાં ભાજપના વિરુદ્ધ “લોકતંત્ર બચાવો યાત્રા” નીકાળી હતી. કમલનાથ સરકારે તેમને નર્મદા, ક્ષિપ્રા અને મંદાકિની નદી ન્યાસના અધ્યક્ષ બનાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.