/

અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ ધડાકા, 8ના મોત

અફઘાનિસ્તાનના ગઝની શહેરનો નવ આબદ વિસ્તાર એક બાદ એક અનેક ધડાકાઓથી હચમચી ગયો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે નવ આબદ વિસ્તારમાં રહેણાંક મકાનોની પાસે ત્રણ મોર્ટાર દાગવામાં આવ્યાં હતાં, જેમાં ઓછામાં ઓછા આઠ નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને સાત અન્ય ઘાયલ થયાં હતાં.

પોલીસ પ્રવક્તા વહિદુલ્લા જુમાએ અકસ્માત અંગે માહિતી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક આતંકી હુમલો હતો, જે મોર્ટાર દ્વારા કરવામાં આવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

તે જ દિવસે એટલે કે રવિવારે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ બડગીસ પ્રાંતમાં પણ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં બે નાગરિકોના કરૂણ મોત નીપજ્યા હતાં જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતાં. બગડીસના કલા-એ-નાવ શહેરમાં એક દુકાનની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો.

હુમલો કોણે કર્યો છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. થોડા સમયથી અફઘાનિસ્તાનમાં આ હુમલાઓ બન્યા છે. અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચેની શાંતિ પ્રક્રિયા અંગે વાતચીત દરમિયાન આ હુમલો થયો છે જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં વિરોધી જૂથો હજુ પણ એટલા જ સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published.