////

સુરતમાં 23 દિવસ બાદ કાપડ માર્કેટ ધમધમ્યું, પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત

રાજ્યમાં કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે રાહત મળી રહી છે, જેને પગલે રાજ્ય સરકારે 27 મે સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. જેમાં સવારના 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. સુરતમાં કાપડ માર્કેટ 23 દિવસ બાદ ખોલવામાં આવ્યું છે. કાપડ માર્કેટ ખુલતાની સાથે જ કર્મચારીઓ મોટી સંખ્યામાં માર્કેટમાં પહોચી ગયા હતા. જોકે, માર્કેટમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

સુરતમાં કાપડ માર્કેટમાં કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા બાદ કર્મચારીઓની ટેસ્ટિંગ માટે લાઇન લાગી હતી. કોરોના સંક્રમણને વધતુ રોકવા માટે વેપારીઓ સક્રિય છે. કાપડ માર્કેટમાં અનેક લોકો રોજી રોટી મેળવે છે અને પોતાનું ઘર ચલાવે છે.

કોરોના મહામારીમાં સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ ઠપ થઇ ગયો હતો. હવે સરકારે ધીમે-ધીમે છૂટ આપતા શહેરમાં ધંધા-રોજગાર પાટા પર ચડતા જોવા મળી રહ્યા છે. જોકે, કાપડ માર્કેટમાં સરકારની કોવિડ ગાઇડલાઇનનું દરેક લોકોએ પાલન કરવું પડશે.

રાજ્ય સરકારે 21 મેથી સવારના 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી દુકાનો ખોલવામાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છૂટથી નાના અને મધ્યમ તેમજ છૂટક વેપારીઓના ધંધા ચાલુ થશે અને તેમની આવક શરૂ થશે. આ સાથે જ ગ્રાહકોને પણ જોઇતી વસ્તુની ખરીદી કરવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published.