///

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી PM મોદી અમદાવાદ જવા રવાના થયા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસીને વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે.

તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.

Leave a Reply

Your email address will not be published.