/////

અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂના એંધાણ

અમદાવાદમાં આજે શુક્રવાથી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ લાદ્યો છે. ત્યારે આ વચ્ચે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કર્ફ્યૂ લાદી શકે છે. જેનો નિર્ણય આજે સાંજ સુધીમાં લેવાઈ શકે છે. આ તકે બંને શહેરના મ્યુનિસિપલ કમિશ્નરે આ સમગ્ર બાબતે મીડિયામાં નિવેદન આપ્યા હતાં.

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વધવાથી લૉકડાઉન આવશે તેવા મેસેજ વાઇરલ થયા હતાં. તેમજ અમદાવાદમાં આજે શુક્રવારથી રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યૂની જાહેરાત કર્યા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેના પગલે મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનો હાલમાં કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. આ ઉપરાંત અમદાવાદમાં લાદેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ડો.રાજીવ ગુપ્તાએ ગઇકાલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય તે માટે આગમચેતીના પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. જેમાં માત્ર દવા અને દુધ જેવી આવશ્યક વસ્તુઓ જ મળશે બાકી તમામ બંધ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.